પરમ પૂજ્ય શ્રી છોટેદાદા નો ભવ્ય સત્સંગ સમારોહ :બેડારાયપુરા,તા. ડોલવણ, જી. તાપી

બેડા રાયપુરામાં પરમ પૂજ્ય શ્રી છોટેદાદાને જોવા હજારો ભક્તોની મેદની ઉમટી

૦૧ એપ્રિલ ૨૦૨૩, શનિવાર ના રોજ બેડારાયપુરા ગામમાં (તા. ડોલવણ, જી. તાપી) નવનાથ ધામ, બીલીમોરા ના મહાન સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી છોટેદાદાની અમૃતવાણી નો લાભ લેવા હજારો ની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બેડચિત ચોકડી થી બાઇક રેલી સાથે પૂજ્ય શ્રી નું સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા સાથે નાચ ગાન અને dj ના તાલે ઝૂમી ભવ્ય આગમન થયું હતું.

એક મહિના પહેલા પૂજ્ય શ્રી છોટેદાદા એ આ પંથક માં કોઈ પણ જાતના નાતજાત, ધર્મ, સંપ્રદાય ના ભેદભાવ વિના ઝૂંપડી ઝૂંપડી એ પધરામણી કરી હતી. ક્યારેક નહિ જોયો હોય એવા પ્રોગ્રામ ના સૌ સાક્ષી બન્યા હતા.

Leave a comment